Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રિ-મોન્સુન એલર્ટ : ભરૂચ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી : ૨ અને ૩ જૂને યલો એલર્ટ જાહેર, ખેડૂતોને ઉનાળુ પાક સુરક્ષિત રાખવા તાકીદ

Share

 

ભરૂચ – ભરૂચ જિલ્લાના હવામાનમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે પવન, વીજળીના કડાકા અને પ્રિ-મોન્સુન વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ૨ અને ૩ જૂનના રોજ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અને આવતીકાલે એટલે કે ૩૦ અને ૩૧ મે દરમિયાન જિલ્લામાં ૨૬ થી ૨૮ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ ૧ જૂનથી વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ૩ જૂન સુધી દરરોજ અંદાજે ૧૦ થી ૩૦ મીમી જેટલો વરસાદ પડી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી મગફળી, તલ, મગ જેવા તૈયાર પાક તેમજ કેરીની તાત્કાલિક કાપણી અને વીણી કરી લેવા સલાહ આપવામાં આવી છે.

કાપણી કરેલા પાકને ખેતરમાં ખુલ્લામાં ન રાખી સુરક્ષિત ગોડાઉનમાં ખસેડવા અથવા ઊંચાણવાળા સ્થળે મજબૂત તાડપત્રીથી ઢાંકી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી વરસાદને ધ્યાને લઈ ખેતરમાં પિયત આપવાનું તેમજ દવા-ખાતરનો છંટકાવ હાલ પૂરતો મુલતવી રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે.

ભારે પવનથી નુકસાન ટાળવા માટે કેળા જેવા ઊંચા પાકને વાંસનો ટેકો (પ્રોપિંગ) આપવો જરૂરી હોવાનું સંશોધન વૈજ્ઞાનિક, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.


Share

Related posts

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી હજરત મોહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર ફ્રાંસનાં રાષ્ટ્રપતિનાં કૃત્યને વખોડી કાઢયું.

ProudOfGujarat

રાજયસભાનાં સાંસદ મર્હુમ, અહેમદ પટેલનાં પુત્રી મુમતાજ પટેલે કોરોના કાળમાં લોકોને પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ૧૪ ગામોનો સમાવેશ કરતું જાહેરનામું બહાર પડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!