Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુરમાં આધેડ વૃદ્ધને ઉછીના લીધેલ રૂપિયા પરત આપવાના બહાને ઘરે બોલાવી હત્યા કરવાના ગુનામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Share

ભરૂચ તાલુકાના નબીપુર ગામે એક આધેડવૃદ્ધને ઉછીના લીધેલ રૂપિયા પરત આપવાના બહાને ઘરે બોલાવી કરપીણ હત્યા કરી લાશને રફેદફે કરી દેવાની ધટનામાં અંતે નબીપુર પોલીસે હત્યાની આશંકા સાથે બે મહિલા સહિત છ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ગત તારીખ ૩૦મી જાન્યુઆરીના રોજ નબીપુરના રહીશ મહંમદ ઉમરજી ચેતન ઉંમર ૮૦ ને નબીપુરના જ રહીશ સુફિયા અઝીઝ અબ્દુલ વોરા પટેલ તેમજ સુમૈયા દાઉદ બાબુ પટેલએ ફોન કરીને તેમણે ઉછીના આપેલા રૂપિયા દોઢ લાખ પરત આપવાના છે તેમ કહી પોતાના ઘરે બોલાવ્યા હતા, બાદમાં અન્ય સાગરિત મહેબૂબ ઈબ્રાહીમ દીવાનની મદદથી વાયર વડે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતકની લાશનો નિકાલ કરવા અન્ય સાગરીતો રશીદ ઉંમરજી વલી તેમજ અઝીઝ અબ્દુલ વોરા પટેલ સાથે ઇન્ડિકા કારની ડીકીમાં લાશ મૂકી અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. આજે મૃતકના પુત્ર મકબુલ મહંમદ ઉમરજી ચેતને નબીપુર પોલીસ મથકે બે મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ બી.આર.સી ભવન ખાતે ધોરણ 5 ની પર્યાવરણ વિષયની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ ના મનુબર રોડ ઉપર મોડી સાંજે એસ ટી બસે પલ્ટી મારતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!