Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલીયાના ઘોડા ગામે રાતોરાત ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર તંત્રનો દરોડો : ૫ ડમ્પર અને ૧ એક્સેવેટર મશીન સીઝ; રૂ. 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ઘોડા ગામ વિસ્તારમાં રાત્રીના સમયે ચાલી રહેલા ગેરકાયદેસર સાદી માટી ખનનના કૌભાંડ પર ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભુસ્તરશાસ્ત્રીશ્રી, ભરૂચની તપાસ ટીમ દ્વારા મળેલી ફરિયાદના આધારે સ્થળ પર દરોડા પાડી કુલ ૫ ડમ્પર અને ૧ એક્સેવેટર મશીન ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ તા. 09/06/2026ની રાત્રિના સમયે ઘોડા ગામ વિસ્તારમાં સાદી માટી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી SUNNY કંપનીનું SY-210 એક્સેવેટર મશીન તેમજ ૧૨ ટાયરવાળા પાંચ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા હતા.

સીઝ કરાયેલા ડમ્પરોના નંબર અનુક્રમે GJ-16-AV-4906, GJ-16-AW-0924, GJ-16-AV-4719, GJ-16-AV-4535 અને GJ-16-AW-0633 હોવાનું જાણવા મળ્યું છે. તમામ વાહનો ખાલી હાલતમાં મળી આવ્યા હતા. કાર્યવાહી બાદ તમામ વાહનોને વાલીયા પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા અંદાજે રૂ. 1.90 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે જવાબદારો સામે દંડકીય રકમની વસુલાત સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લામાં વધી રહેલા ગેરકાયદેસર ખનનના બનાવોને લઈને હવે તંત્ર વધુ કડક વલણ અપનાવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિકોમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાત્રીના સમયે મોટા પાયે મશીનરી અને ડમ્પરો સાથે ચાલતા ખનન અંગે અગાઉથી કોઈને જાણ કેમ ન થઈ.


Share

Related posts

ભાવનગર જીલ્લાના ગારીયાધાર મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે સાસરિયાઓએ જમાઈને ઘરે આવી માર માર્યો.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા દ્વારા નવીન સેનેટાઇઝ મશીનનું પરીક્ષણ, હવે વિવિધ વિસ્તારો સેનેટાઇઝની કામગીરી ઝડપથી થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!