Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓ. ક્રેડિટ સોસાયટીની 59મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

Share

ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 59મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના સભાખંડમાં ઉત્સાહભેર યોજાઈ હતી. સભામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સભાસદો, શિક્ષકો, નિવૃત્ત કર્મચારીઓ તથા સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સભાની શરૂઆત મહાનુભાવોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સોસાયટીના વાર્ષિક અહેવાલ, નાણાકીય હિસાબો તથા વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સોસાયટીની ભાવિ યોજનાઓ, સભાસદોના કલ્યાણ માટે હાથ ધરાનાર પ્રવૃત્તિઓ તેમજ સંસ્થાના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સામાજિક જવાબદારી નિભાવવાના ઉદ્દેશ્ય સાથે પાલક-માતા-પિતા વિનાના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આવા બાળકોને શિક્ષણમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને સમાજના દરેક વર્ગે આવા સેવાકીય કાર્યોમાં સહભાગી બનવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત વર્ષ 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા સોસાયટીના સભાસદોનો સન્માન સમારોહ યોજાયો હતો. નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓને શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર અર્પણ કરીને તેમના શિક્ષણક્ષેત્રે આપેલા લાંબા અને મૂલ્યવાન યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમૂલ ડેરી-આણંદના વાઇસ ચેરમેન વિજય પટેલ, ભરૂચ-નર્મદા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા, ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રણા, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્કના મેનેજિન ડિરેક્ટર અજયસિંહ રાણા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સભ્યોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

પોલીસ શહિદ સ્મૃતિ દિવસ : વીરગતિને વરેલા દિવંગત પોલીસ જવાનોને મુખ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રીએ કૃતજ્ઞતા પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરી

ProudOfGujarat

સેલંબામાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી : જૈન સમાજ દ્વારા ભવ્ય વરઘોડા સાથે અહિંસાનો સંદેશ પ્રસરાવ્યો

ProudOfGujarat

વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!