Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા શિક્ષક સંઘ દ્વારા TET પરીક્ષાનો વિરોધ: ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને અપાયું આવેદનપત્ર

Share

​વાંકલ ::
શિક્ષકોના વિવિધ પ્રશ્નો અને પરીક્ષાઓને લઈને અવારનવાર રજૂઆતો થતી રહે છે.ત્યારે ઉમરપાડા શિક્ષકસંઘ દ્વારા TET (Teacher Eligibility Test) પરીક્ષા સંદર્ભે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.શિક્ષક સંઘના હોદ્દેદારો અને સ્થાનિક શિક્ષકો દ્વારા આ મામલે એકત્રિત થઈને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે કમર કસી છે.
​શિક્ષકસંઘના પ્રતિનિધિ મંડળે આ મુદ્દે સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની રૂબરૂ મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન શિક્ષકોએ TET પરીક્ષા સંબંધિત વિવિધ વિસંગતતાઓ અને મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને ધારાસભ્યને એક વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
​આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે,TET પરીક્ષાને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.શિક્ષક સંઘે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને વિનંતી કરી છે કે તેઓ આ સંવેદનશીલ બાબતે મધ્યસ્થી કરે અને શિક્ષકોની ન્યાયિક માંગણીઓ તેમજ રજૂઆતોને રાજ્ય સરકાર સુધી ઉચ્ચ સ્તરે પહોંચાડી તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં મદદરૂપ બને. ધારાસભ્યએ પણ શિક્ષકોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી આ બાબતે યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર માં ગુડ્સ ટ્રેન નું ન્યુ સંજાલી સ્ટેશન બિલ્ડીંગ સ્ટાફ ક્વાટર્સ નો માલ સામાન્ ચોરી મામલે એક ઈસમ ની ધરપકડ કરતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં એક્ટિવા અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

વડતાલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે વડતાલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!