Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની અમરાવતી ખાડીમાંથી મળેલા મૃતદેહમાં હત્યાનો ઘટસ્ફોટ : ભરૂચની કંપનીમાં નોકરી કરતા યુવાનનું માથા અને મોઢા પર ઇજા પહોંચાડી હત્યા કરાયાનો પોસ્ટમોર્ટમમાં ખુલાસો

Share

 

 

Advertisement

અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી ખાડીમાંથી મળી આવેલા અજાણ્યા મૃતદેહના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતદેહ ભરૂચની કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવાનો હોવાનું સામે આવ્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, તા. 17 જૂનના રોજ પરેશ વસાવા ઘરેથી પોતાની મોટરસાયકલ લઈને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ તેમનો કોઈ પત્તો ન મળતા ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી.

દરમિયાન તા. 20 જૂનના રોજ દઢાલ ગામથી સાગબારા ફાટક તરફ જતાં પુલ નીચે અમરાવતી ખાડીના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના ડાબા હાથ પરનું ટેટૂ અને જમણા હાથમાં બાંધેલો લાલ દોરો સહિતના નિશાન પરથી પરિવારજનોએ મૃતકની ઓળખ પરેશ વસાવા તરીકે કરી હતી.

મૃતકની પુત્રી સંજનાબેન વસાવાએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવાનના માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં, પરેશ વસાવા જે મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા હતા તે બાઇક નંબર GJ-16-DF-5967 હજુ સુધી મળી આવી નથી. જેના કારણે પોલીસે હત્યા સાથે બાઇક ગાયબ થવાના મુદ્દે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ઓળખ, હત્યાનું કારણ અને ગુમ થયેલી મોટરસાયકલ અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


Share

Related posts

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ત્રીજા એક્સ્પોનો શુભારંભ કરાશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઓચ્છણ ગામની સીમમાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં ગેસ પંપનું દિલ્હીનાં નાફેડથી આવેલા એમ.ડી. નાં હસ્તે ટ્રાયલ રન યોજાયું હતું.

ProudOfGujarat

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લિફ્ટમા ફસાયેલી વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!