Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારને અજાણ્યા શખ્સોએ સળગાવી, માલિકે બદલો લેવાના ઇરાદાનો આક્ષેપ કર્યો

Share

 

 

Advertisement

 

અંકલેશ્વર શહેરમાં પાર્ક કરેલી એક ફોર્ચ્યુનર કારને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. બનાવ અંગે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલી આશિયાના હોટલ નજીક ઉમર રેસીડેન્સીમાં રહેતા રિયાઝ શેખે પોતાની ફોર્ચ્યુનર કાર ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાન મધરાત્રીના સમયે અજાણ્યા ઈસમોએ કારમાં આગ લગાવી દીધી હતી. આગને કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદી રિયાઝ શેખે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમણે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ બોલતા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેના કારણે અંગત અદાવત રાખી બદલો લેવાના ઇરાદે તેમની કારને સળગાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ તેમણે પોતાની જાનને પણ જોખમ હોવાનું જણાવી હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે સીસીટીવી ફૂટેજ, અન્ય પુરાવા તેમજ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ બાદ હકીકત સામે આવશે અને સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

જામનગરમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ડોલર અને ગુલાબના ફૂલનો શણગાર કરાયો.

ProudOfGujarat

વડોદરામાં નશામાં ધૂત મહિલા કારચાલકે મધરાતે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો, લોકો અને પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી

ProudOfGujarat

મુલદ પાસે આવેલ કેબલ બ્રિજના ટોલ ટેક્ષ પર થયેલ ફાયરીંગ અને દિલ ધડક લુંટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!