Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

પાલેજ નગરમા જાહેરમા જુગાર રમતા ૮ આરોપી ઝડપાયા

Share

જો કે ૪ આરોપી ફરાર

એલ.સી.બી ભરૂચે પાલેજ નગરના મસ્જીદ પાસેથી આંકડા નો જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપી પાડયા હતા. જો કે ૪ જુગારીયાઓ ફરાર થવા મા સફળ થયા હતા. પાલેજ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અને એલ.સી.બી પો.કો મહેશ ભાઈ ની ફરીયાદ મુજબ પાલેજ નગરમા મસ્જીદ પાસે સમી સાંજે જાહેરમા જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપાયા હતા જેમા હુસેનખા મહંમદખા પઠાણ, યુનીસ શબ્બીર શેખ, શશીકાંત મગન વસાવા, ઉદેસિંહ મોતીસિંહ ગોહિલ, યુનિસ ઈસ્માઈલ પટેલ, રાયસિંહ વસાવા, રણ્છોડ છગન ઠાકોર, ઠાકોર શના વસાવા આમ ૮ હુગારીયાઓ આંકડાનો જુગાર રમતા ઝડપાયા હતા જ્યારે ૪ જુગારીયા જેમા શતા રશુલ દરબાર, શબીરખા અહમદાખા પઠાણ, ઈસ્માઈલ ખા પઠાણ, ઈરફાન ઈસ્માઈલ પઠાણ, ૪ જુગારીયાઓ ફરાર થઈ ગયા હતા. એલ.સી.બી પોલીસે આંકડાના જુગાર રમવાના સાધનો અને રોકડા ૭ હજાર ૮૫૦ જપ્ત કર્યા હતા. આ બનાવ અંગે પાલેજ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ઝંખવાવ માં ભાજપ કાર્યકરોની સમન્વય બેઠક અને બજેટ કાર્યશાળા યોજાઈ

ProudOfGujarat

ડેડીયાપાડા શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ દ્વારા ભારત દેશનો નકશો બનાવાયો.

ProudOfGujarat

ચાંચવેલ ગામ ખાતેથી જુગાર રમતાં 5 જુગારીઓને રૂ. 19,300 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાગરા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!