વાંકલ :
સુરત-તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી **સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી)**ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. તા. 15 જુલાઈના રોજ યોજાયેલા મતદાન બાદ જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવારોએ વિવિધ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.
ચૂંટણી દરમિયાન ભાજપના શીર્ષ નેતાઓએ ઉમેદવારોના સમર્થનમાં સક્રિય પ્રચાર કર્યો હતો. પરિણામ જાહેર થતાં સુરત જિલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ સહિતના આગેવાનો તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો ગણપતભાઈ વસાવા, સંદીપભાઈ દેસાઈ, મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસુરીયા, ઇશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ડોડીયા, કુવરજીભાઈ હળપતિ, તાપી જિલ્લા પ્રભારી ડૉ. જગદીશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા, મહામંત્રી અમિતભાઈ પટેલ, ડૉ. જયરામભાઈ ગામીત અને અન્ય આગેવાનોએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.
વિજેતા ઉમેદવારો અને જીતનો માર્જિન: ઓલપાડ: ધનસુખભાઈ નાથુભાઈ પટેલ – 27 મતથી વિજય માંડવી: રેશાભાઈ વસાભાઈ ચૌધરી – 114 મતથી વિજય મહુવા: ધનંજયભાઈ ડાહ્યાભાઈ પટેલ – 33 મતથી વિજય ઉમરપાડા: અમિષકુમાર મણીલાલ વસાવા – 56 મતથી વિજય નિઝર: યોગેશભાઈ ચુનિલાલ રાજપૂત – 26 મતથી વિજય કુકરમુંડા: સંજયભાઈ બબનભાઈ સૂર્યવંશી – 19 મતથી વિજય વ્યારા: હસમુખભાઈ ગોવિંદભાઈ ગામીત – 46 મતથી વિજય સોનગઢ: કાંતિભાઈ રેશમભાઈ ગામીત – 139 મતથી વિજય ડોલવણ: શૈલેષભાઈ વિરસિંગભાઈ પટેલ – 42 મતથી વિજય
બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો: રાજેશભાઈ પાઠક – માંગરોલ સંદીપભાઈ દેસાઈ – ચોર્યાસી બળવંતભાઈ પટેલ – કામરેજ અજીતભાઈ પટેલ – બારડોલી રાજુભાઈ આહીર – વાલોડ ભરતસિંહ સોલંકી – પલસાણા જાલમસિંહ વસાવા – ઉચ્છલ
સુમુલ ડેરીની આ ચૂંટણીના પરિણામોને સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. નવી વ્યવસ્થાપક સમિતિ આગામી કાર્યકાળ દરમિયાન ડેરીના વિકાસ અને પશુપાલકોના હિત માટે વિવિધ નિર્ણયો લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
