Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કુવાદર ગામે જાહેરમાં જુગાર રમતી ટોળકી પર નબીપુર પોલીસનો દરોડો, 9 જુગારી ઝડપાયા : ₹2,880 રોકડા, 7 મોબાઇલ સહિત ₹36 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત; જાહેરમાં જુગાર રમતા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી

Share

 

ભરૂચ:
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે કુવાદર ગામે જાહેરમાં ચાલી રહેલી જુગારની મહેફિલ પર દરોડો પાડી નવ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત ₹36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નબીપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે કુવાદર ગામે આવેલા વેરાઈ માતાના મંદિર નજીક પાણી ચાલુ કરવાની ઓરડીની પાછળ કેટલાક લોકો ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસને જોઈ જુગાર રમતા લોકોમાં ભાગદોડ મચી હતી, જોકે ટીમે સ્થળને કોર્ડન કરીને તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કરણ નટવર વસાવા, નિલેશ હસમુખ વસાવા, રોહિત પ્રભુ વસાવા, અક્ષય ખો વસાવા, કૃષ્ણા મનસુખ વસાવા, નિલેશ નારણ વસાવા, શંકર છીતુ વસાવા, પ્રમોદ અર્જુન વસાવા અને કિશન કનુ વસાવા સહિત કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની અંગજડતી અને સ્થળ તપાસ દરમિયાન દાવ પર લાગેલા તેમજ તેમની પાસેથી મળીને કુલ ₹2,880 રોકડા અને અંદાજે ₹33 હજારની કિંમતના 7 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹36 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નબીપુર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Share

Related posts

એડવટાઇઝિંગ કલબ ઓફ બરોડાના 2022 – 2024 ના હોદ્દેદારોની નિમણુંક કરાઇ.

ProudOfGujarat

નડિયાદ બધિર વિદ્યાલયમાં બધિર દિવસ-સપ્તાહની ઉજવણી કરાઈ

ProudOfGujarat

સુરતમાં 2 વર્ષથી નકલી દસ્તાવેજો સાથે રહેતો બાંગ્લાદેશી ઝડપાયો, મોબાઈલમાંથી જેહાદી વીડિયો અને સાહિત્ય મળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!