Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રોંગ સાઇડેથી આવેલી બાઇકે સર્જ્યો ગંભીર અકસ્માત, ઇલેક્ટ્રિક કામદાર ICUમાં દાખલ : ડી.એસ.પી. ઓફિસ સામે અકસ્માતની ઘટના, પુત્રની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરના ડી.એસ.પી. ઓફિસ સામે રિવર પાર્ક સોસાયટી નજીક રોંગ સાઇડેથી પૂરઝડપે આવી રહેલી બાઇકે અન્ય બાઇકને સામેથી ટક્કર મારતા ઇલેક્ટ્રિક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. માથા અને બંને જડબામાં ફ્રેક્ચર થતાં તેમને ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે તેમના પુત્રે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ દશાન ગામના વાડી ફળિયામાં રહેતા સ્મિતકુમાર જગદીશભાઈ પટેલ (ઉ.વ. 23) દહેજ સ્થિત વિશ્વાસ કેમિકલ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે. 26 જુલાઈના રોજ સાંજે તેમના પિતાના મિત્ર વિશાલભાઈનો ફોન આવ્યો હતો કે તેમના પિતા જગદીશભાઈ પટેલનો અકસ્માત થયો છે અને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સ્મિતકુમાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. જોકે, માથા, કપાળ અને બંને જડબામાં ગંભીર ઇજાઓ તેમજ સતત રક્તસ્ત્રાવ થતો હોવાથી પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેઓ હાલમાં ICUમાં સારવાર હેઠળ અર્ધબેભાન હાલતમાં છે.

ફરિયાદ મુજબ, જગદીશભાઈ પોતાની મોટરસાયકલ નં. GJ-16-AN-9390 પર પુત્રી તેજસ્વીને કસક સર્કલ ખાતે મુકીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ડી.એસ.પી. ઓફિસ સામે રિવર પાર્ક સોસાયટી પાસે જાહેર માર્ગ પર મોટરસાયકલ નં. GJ-16-EB-4326નો ચાલક રોંગ સાઇડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી આવી સામેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં જગદીશભાઈને માથા, કપાળ તથા બંને જડબામાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે સામેવાળા બાઇક ચાલકને પણ કપાળના ભાગે ઇજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Share

Related posts

નવેઠા ગામ પાસે જીએફએલી કંપનીની બસમાં કાર ઘુસી, ચાલકને ગંભીર ઈજા : જેસીબીની મદદથી કારને બહાર કાઢી ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

વાલિયાના પીઠોર ગામે પાણીની ટાંકીમાં સંતાડી રાખેલ હજારોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

સુરત: નેપાળી 11 વર્ષની બાળકી મોબાઈલ પર વીડિયો બનાવતા લાગ્યો ગળે ફાસો: પોલીસ તપાસ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!