Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવાયું

Share

 

વાંકલ:

Advertisement

સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડા ખાતે આચાર્ય પ્રા. સુરેશભાઈ જી. બાગુલના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આચાર્ય પ્રા. સુરેશભાઈ જી. બાગુલે મહાભારતના અર્જુનનું ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને ગુરુ પ્રત્યે આદરભાવ રાખવા, ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજવા તેમજ જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરીને પોતાના સ્વપ્નો સાકાર કરવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે હિન્દી વિભાગના વડા પ્રા. ડૉ. કે.આર. તિવારી તથા પ્રા. ડૉ. સુબોધ ઠાકુરે પણ ગુરુના જીવનમાં રહેલા અમૂલ્ય સ્થાન અંગે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમનું સુંદર સંચાલન સંસ્કૃત વિભાગાધ્યક્ષા પ્રા. ડૉ. જશુબેન એમ. પરમારે કર્યું હતું, જ્યારે આભારવિધિ ગુજરાતી વિભાગના પ્રા. અમરસિંહ વસાવાએ વ્યક્ત કરી હતી.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની ઉપસ્થિતિ વચ્ચે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાને સમર્થન આપવા અપીલ કરી!

ProudOfGujarat

ભરૂચ : મંદીના ઓછાયામાં, કોરોનાનાં પડછાયામાં અને મોંઘવારીના સંગમાં નિરસ સાબિત થઈ દિવાળી…

ProudOfGujarat

અમદાવાદ G-20 ની થીમ પર યોજાશે કાઈટ ફેસ્ટિવલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!