Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિલાયત-ભૂખી પુલ પાસે અર્ટિગા કાર ઊંચાઈ પરથી ખાબકી, ચાલકનું મોત : એક બાળક સહિત ત્રણ ઘાયલ; દહેજ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો

Share

 

વાગરા: વાગરા તાલુકામાં વહેલી સવારે વિલાયત-ભૂખી પુલ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અર્ટિગા કાર અચાનક કાબૂ ગુમાવી મેઈન રોડ પરથી ઊંચાઈ પરથી નીચે ખાબકતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, GJ-16-AZ-0806 નંબરની અર્ટિગા કાર દેરોલ તરફથી વિલાયત તરફ આવી રહી હતી. દરમિયાન વિલાયત-ભૂખી પુલ નજીક કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી સીધી નીચે પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારને ભારે નુકસાન થયું હતું.

મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર દહેજ તરફ પરત ફરી રહ્યો હતો. પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં પોતાના પરિજનની ખબરઅંતર પૂછી પરત ફરી રહ્યા હતા, ત્યારે માર્ગમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્મતમાં કારચાલકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક બાળક સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતની જાણ થતાં વાગરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે. વહેલી સવારે બનેલા આ ગમખ્વાર અકસ્માતથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. રોડ પર વાહન ચલાવતી વખતે બેદરકારી અને અતિશય ઝડપ કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તેનો આ અકસ્માત ફરી એકવાર ચેતવણીરૂપ બન્યો છે.


Share

Related posts

સુરતના પાંડેસરા ખાતે મકાનમાં વાયરિંગ કરવા ગયેલા યુવકને માર મારવામાં આવ્યો અને પોલીસને સોંપતા તેને એક પોલીસવાળાએ માર મારતા યુવાને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ દ્વારા કરિયર મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ “કેમ્પસ ટુ કોર્પોરેટ-C2C” નું સફળ આયોજન

ProudOfGujarat

ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!