Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસર રોડ પર થામ ગામ પાસે બાઈક સ્લીપ થતાં દંપતી પટકાયું, પત્નીનું મોત : સાળીને હોસ્પિટલમાં દાખલ કરાતા ખબર અંતર પૂછવા ભરૂચ આવ્યા હતા; પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો

Share

 

ભરૂચ:

Advertisement

જંબુસર તાલુકાના અનખી ગામે રહેતા તરુણ જગદીશ વાળંદની સાળીને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી તરુણ વાળંદ તેમની પત્ની શોભાબેન ઉર્ફે સુધાબેન સાથે ભરૂચ આવ્યા હતા. સાળીની તબિયતના ખબર અંતર પૂછી બંને મોડી રાત્રે બાઈક પર જંબુસર પરત જવા માટે નીકળ્યા હતા.

દરમિયાન રાત્રિના આશરે 2:40 વાગ્યાના અરસામાં તેઓ જંબુસર રોડ પર થામ ગામ નજીક પહોંચ્યા હતા. આ સમયે સામેથી આવતા વાહનચાલકે અચાનક લાઈટનો પ્રકાશ પાડતાં બાઈકચાલક અંજાઈ ગયા હતા. જેના કારણે બાઈક પરનો કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને પતિ-પત્ની બંને રોડ પર પટકાયા હતા.

અકસ્મતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળેથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ઈજાગ્રસ્ત દંપતીને જોઈ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બંનેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન શોભાબેન ઉર્ફે સુધાબેનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

જ્યોતિ સક્સેનાએ દરેકને ફિટ રહેવા પ્રેરણા આપવા માટે વિડિયો શેર કર્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો

ProudOfGujarat

જૈનાચાર્યો – ભગવંતોનાં અકસ્માતો નિવારવા 250 કરોડના ખર્ચે બનશે પગદંડી – મુખ્યમંત્રી વિજય રૂપાણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!