Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા મૈયા બ્રિજની સેફ્ટી ગ્રીલ પર ભરૂચના ઈતિહાસની ઝાંખી દર્શાવતું પેઈન્ટીંગ બનાવવાની માંગ : આત્મહત્યા રોકવા લગાવાયેલી સેફ્ટી ગ્રીલને કલાત્મક ઓપ આપી ભરૂચની સાંસ્કૃતિ અને ઐતિહાસીક વરસાની ઓળખ બનાવવા રજુઆત

Share

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બિજ પર લગાવવામાં આવેલી સેફ્ટી મીલ પર ભરૂચના ગૌરવશાળી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી દર્શાવતાં કલાત્મક પેઈન્ટીંગ તૈયાર કરવાની માગ ઊઠી છે.સામાજિક આગેવાન યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ભોલાવ સ્થિત તેમની ઓફિસ ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા રોકવાના હેતુથી સેફટી ચીલ લગાવવાની કામગીરી ૧૨મી ઓગષ્ટ ૨૦૨૫ના રોજથી શરૂ કરવામાં આવી હતી.કામગીરીને એક વર્ષ પૂર્ણ થઈ ગયુ છે. ત્યારે મહત્વથી બાબતે એ છે કે, છેલ્લા એક વર્ષ દરમિયાન બ્રિજ પરથી આત્મહત્યાનો એકપણ બનાવ નોંધાયો ન હોવાનું જણાવાયું છે. જેના પગલે આત્મહત્યા કરવાના હેતુથી લગાવવામાં આવેલી સેફ્ટી મીલનો હેતુ સફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

સામાજિક આગેવાન યોગી પટેલે કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, નર્મદા મૈયા બિજ દક્ષિણ ગુજરાત માટે મહત્વના માર્ગ તરીકે ઉભરી આવ્યો છે. બ્રિજ લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલ પર ઉચ્ચ ગુણવત્તાવાળ વેધર રેઝિસ્ટન્ટ કલરથી ભરૂચના ઐતિહાસિક અને

સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું આર્ટવર્ક કરવામાં આવે. આ પેઈન્ટીંગ ભૃગુઋષિ, નર્મદા નદીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ, ભરૂચના ઐતિહાસિક સ્થળો ઉપરાંત સ્વચ્છ ભરૂચ અને મારુ ભરૂચ મારો ગર્વ જેવા વિષયોને સ્થાન આપવાની માંગ કરવામાં આવી છે.

આ કલાત્મક કામગીરી માટે કંપનીઓના સીએસઆર ફંડનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ રજૂઆત તેમણે કરી હતી. સીએસઆરના સહયોગથી સેફ્ટી ગ્રીલને આકર્ષક કલાત્મક સ્વરૂપ આપી ભરૂચની આગવી ઓળખને ઉજાગર કરી શકાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સેટી ગ્રીલ પર કલાત્મક પેઈન્ટિંગ કરવાથી ગીલ માત્ર સુરક્ષાના સાધન તરીકે નહીં પરંતુ ભરૂચની સંસ્કૃતિ, ઈતિહાસ અને ગૌરવની ઓળખ તરીકે પણ ઉભરી શકે છે. સાથે જ બિજનું સૌંદર્ય વધશે અને અહીંથી પસાર થતાં નાગરિકો તથા મુલાકાતીઓમાં ભરૂચના ઐતિહાસિક વારસા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના મજબૂત બનશે.


Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

ProudOfGujarat

તસ્વીરની ચર્ચા પાછળ ફેરબદલનું ગણિત???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!