Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

80મા સ્વાતંત્ર્ય પર્વની માંગરોળમાં ગૌરવભેર ઉજવણી : ઇશનપુરમાં તાલુકા કક્ષાનો સમારોહ યોજાયો; સાંસદ પ્રભુભાઈ વસાવાએ વાંકલની જવાહર નવોદય વિદ્યાલયમાં ધ્વજવંદન કર્યું, તિરંગા રેલીથી ગુંજ્યા ‘ભારત માતા કી જય’ના નારા

Share

 

વાંકલ: સમગ્ર દેશમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ સ્વાતંત્ર્ય પર્વની વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાથી લઈને શાળા-કોલેજો અને ગામડાંઓ સુધી દેશભક્તિના રંગે વાતાવરણ રંગાયું હતું. વિવિધ સ્થળોએ ધ્વજવંદન, રાષ્ટ્રગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

માંગરોળ તાલુકાના ઇશનપુર ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નાયબ મામલતદાર પંકજ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર પ્રતિભાશાળી શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ રાહત અને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનારા ફાયર વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલ 11 પ્રતિભાશાળી શિક્ષકો, 5 વિદ્યાર્થીઓ અને 6 ફાયર વોરિયર્સનું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ ઉપરાંત માંગરોળ તાલુકાની સરકારી કચેરીઓ, શાળા-કોલેજો સહિત વિવિધ સંસ્થાઓમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ દેશભક્તિના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વાંકલની જવાહર નવોદય વિદ્યાલયમાં સાંસદની ઉપસ્થિતિમાં ઉજવણી

વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં પણ 15 ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કરતબો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે તિરંગા રેલી યોજી હતી. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારાથી વાંકલ અને ઇશનપુર ગામ ગુંજી ઉઠ્યું હતું.

વાંકલના સરદાર ભવન ખાતે પણ ધ્વજવંદન

વાંકલના સરદાર ભવન શોપિંગ સેન્ટર ખાતે ડે. શૈલેષ મૈસુરીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર વાંકલ વિસ્તારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે માંગરોળ તાલુકાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા કાર્યક્રમોમાં નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા રેલી અને દેશભક્તિના નારાઓથી સમગ્ર તાલુકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.


Share

Related posts

ભારત સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ 15 જુલાઈએ સુનાવણી કરશે.

ProudOfGujarat

ખેડાના હરીયાળા ગામ ખાતે IOCL ના ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!