Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક ભરૂચનાં ગોલ્ડન બ્રિજ ખાતેથી લકઝુરિયર્સ કારમાંથી ઝડપી પાડયો હતો.

Share

આગામી હોળી ધુળેટી પર્વમાં વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતરતો હોય ભરૂચ એલસીબી પોલીસ એલર્ટ હતી દરમ્યાન ભરૂચ ગોલ્ડન બ્રિજમાંથી એક લકઝયુરિયર્સ કારમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો વહન થનાર છે તેવી મળેલી નક્કર બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જ્યાંથી વિવિધ બ્રાન્ડની વ્હીસ્કી તેમજ બિયરના ટીનની નાની મોટી બોટલો મળીને કુલ 1968 નંગ કિંમત રૂ. 3,40,800 નો જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો ભરત મગન પટેલ રહે.મકતમપુર, ભરૂચનો હોવાનું બહાર આવતા તેની અટકાયત કરી હતી. આ ઉપરાંત ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અમરતપુરા ગામ ખાતે દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી 4 કેસો કરી સુખદેવ કંચન વસાવા રહે.પીપળપાન ગામ, ઝધડીયાની અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : આર એસ ફિટનેસ સ્ટુડિયો દ્વારા સામૂહિક આઉટડોર વર્કઆઉટનું આયોજન કરાયું…

ProudOfGujarat

સુરતના બોધાન ગામે દારૂ કટિંગનો કારસો ઝડપાયો : 36.72 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની DCM કંપનીમાંથી કોપર વાયર ચોરી મોટરસાયકલ પર લઇને જતા બે ઇસમો પૈકી એક મુદ્દામાલ સાથે ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!