Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરતના બોધાન ગામે દારૂ કટિંગનો કારસો ઝડપાયો : 36.72 લાખનો મુદ્દામાલ જપ્ત

Share

ઝઘડિયાના વિશાલ મકવાણા સહિત ચાર ઝબ્બે : 5 જણા વોન્ટેડ
ભરૂચ.
સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઇ આર. બી. ભટોળને ચોક્કસ બાતમી મળી હતી કે, બૌધનગામની સીમમાં ભવ્ય ફાર્મની પાછળ ખેતરાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલો હોઇ તે જથ્થો બે ઇનોવા સહિત ત્રણ કારમાં દારૂનો જથ્થો ભરીને સગેવગે કરવાની પેરવીમાં છે. જેના પગલે તેમની ટીમે સ્થળ પર દરોડો પાડતાં ત્યાં બે ઇનોવા તેમજ એક ટાટા ટીગોર કાર સહિત ચાર જણા ઝડપાઇ ગયાં હતાં. પ્રાથમિક પુછપરછમાં એક ઇનોવા કારના ચાલકનું નામ વિશાલ મુકેશ મકવાણા (મુળ રહે. ઝઘડિયા શાંતીનગર ફળિયુ, હાલ રહે. સીમાડાગામ સુરત)  તેમજ ક્લિનરનું નામ સાજન સતિષ્ પરમાર (રહે. કામરેજ સુરત) હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે અન્ય ઇનોવા કારના ચાલકનું નામ જેનીશ નિતીન ચૌધરી (રહે. બારડોલી,સુરત) જ્યારે ટાટા ટીગોર કારના ચાલક સુનિલ કમલેશ પરમાર હોવાનું માલુમ પડ્યું હતું.
વધુ પુછપરછમાં માલ મંગાવનારનું નામ મનોજ ગામીત (રહે. જોખાગામ, કામરેજ,સુરત) તેમજ અતુલ દિલીપ પરમાર (રહે. કામરેજ) હોવાનું જણાયું હતું. પોલીસને જોઇને સ્થળ પરથી ભાગીજનારા બન્ને મનોજ ગામિતના માણસો બલી રાઠોડ તથા દેવ રાઠોડ હોવાનું તેમણે જણાવ્યું હતું. ઉપરાંત અન઼્ય એક આરોપી યોગેશ ઉર્ફે રાજા સુરેશ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે સ્થળ પરથી 15 લાખનો દારૂ તેમજ 21 લાખની ત્રણ કાર, ચાર મોબાઇલ તેમજ રોકડાં મળી કુલ 36.72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Share

Related posts

લીંબડીના ઘાઘોસર ગામના આધેડ પર ચાર વ્યક્તિઓએ હુમલો કરી ફરાર

ProudOfGujarat

ભરૂચ-જંબુસરના ઢોળાકુવા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ,૭ લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!