Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ત્રાલસી પાસે ટ્રેનની અડફેટે આવી જતાં શખસ ગંભીર રીતે ઘાયલ :  અકસ્માત બાદ ગામ લોકો દોડી આવ્યા, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકાના ત્રાલસી ગામ નજીક ટ્રેનની અડફેટે એક વ્યક્તિ આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ત્રાલસી ગામ નજીક એક વ્યક્તિ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાન તરુણભાઈ સહિત ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તની હાલતને ધ્યાનમાં રાખી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઇજાગ્રસ્તની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ તેના પરિવારજનોનો સંપર્ક કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ટ્રેનની અડફેટે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી. પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

સુરતમાં મેટ્રોની કામગીરી કરતાં યુવકને કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ProudOfGujarat

નડિયાદના પીપલગમાં કાછીયા પટેલ પ્રિમીયર લિગનો પ્રારંભ કરાયો

ProudOfGujarat

ભરૂચ જીએનએફસી ટાઉનશીપ સ્‍પોટર્સ કોમ્‍પલેક્ષ ખાતે આઇટીઆઇ રોજગાર મેળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!