Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આશિયાના બિલ્ડિંગની ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી :  ગેલેરીનો કાટમાળ નીચેના ગેરેજ પાસે પડ્યો, બે રિક્ષાને નુકસાન; વીજ લાઇન તૂટતાં અફરાતફરી : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામેની ઘટના : શનિવાર હોવાથી વિદ્યાર્થીઓની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી

Share

 

ભરૂચ  :

Advertisement

ભરૂચ શહેરમાં ચોમાસાના બીજા રાઉન્ડ વચ્ચે મકાન-માળખાંની સલામતી સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. પાંચબત્તી સર્કલથી મહંમદપુરા તરફ જવાના માર્ગ પર ઢાળ વિસ્તારમાં આવેલી આશિયાના બિલ્ડિંગના ત્રીજા માળની ગેલેરીનો એક ભાગ શનિવારે સાંજના સમયે અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી. ગેલેરીનો કાટમાળ ધડાકાભેર નીચે પડતાં આસપાસના લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, કાટમાળ નીચે પડતાં બે રિક્ષાને નુકસાન થયું હતું. ગેલેરીની નીચેના ભાગે ગેરેજ આવેલું છે, પરંતુ ઘટના સમયે ત્યાં કોઈ વાહન ન હોવાથી મોટી નુકસાની ટળી હોવાનું જાણવા મળ્યું છે.

 

ગેલેરીનો કાટમાળ નજીકથી પસાર થતી વીજ લાઇન પર પડતાં વીજ વાયરો તૂટી ગયા હતા. જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો.બીજી તરફ ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના લાશ્કરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

 

આશિયાના બિલ્ડિંગની સામે જ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આવેલી છે. શનિવાર હોવાથી શાળામાં સવારની પાળીના વિદ્યાર્થીઓ વહેલા છૂટી ગયા હતા અને સાંજના સમયે વિદ્યાર્થીઓની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામાન્ય કાર્યદિવસ દરમિયાન આ વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે, ત્યારે આવી ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી શકી હોત.

ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન મકાન, દિવાલ કે ગેલેરી ધરાશાયી થવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે. ત્યારે આશિયાના બિલ્ડિંગની ત્રીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડવાની ઘટનાએ જૂના અને જર્જરિત બાંધકામોની સલામતી અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. તંત્ર દ્વારા શહેરમાં આવા જોખમી બાંધકામોનું સર્વેક્ષણ કરી જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


Share

Related posts

વલસાડની આર. જે. જે. સ્કૂલમાં જૂનિ. અને સિન. કે.જી. ના વિદ્યાર્થીઓનો સ્કૂલમાં અનોખો આવકાર…

ProudOfGujarat

અભિનેતા વરુણ ભગત તેના શો આર યા પાર રિલીઝ થયા બાદ દર્શકો માટે એક ખાસ સંદેશ શેર કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ મથકની હદમાં થયેલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ ચોરો કરતા પાછળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!