Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કલેક્ટર કચેરી સર્કલ નજીક અજાણ્યા બાઈકચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં મોત : શક્તિનાથ તરફ જવાના માર્ગ પર અકસ્માત બાદ વાહનચાલક ફરાર, એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટનામાં અજાણ્યા દ્વિચક્રી વાહનની ટક્કરે વૃદ્ધાનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. કલેક્ટર કચેરી સર્કલથી શક્તિનાથ તરફ જવાના માર્ગ પર બનેલી આ ઘટનામાં અકસ્માત સર્જી દ્વિચક્રી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરના સુથિયાપુરા લાલશેઠનો ટેકરો વિસ્તારમાં રહેતા સુમનભાઈ તરબદા નિવૃત્ત જીવન ગુજારે છે. તેમની પત્ની નીરૂબેન રોજગારી અર્થે શક્તિનાથના ગાયત્રીનગર વિસ્તારમાં એક ઘરે રસોડાના કામ માટે જતાં હતાં.

ગત રોજ સવારે આશરે 8 વાગ્યાના અરસામાં નીરૂબેન નિત્યક્રમ મુજબ ઘરેથી ગાયત્રીનગર જવા માટે પગપાળા નીકળ્યાં હતાં. દરમિયાન સવારે આશરે સવા નવ વાગ્યાના અરસામાં એક અજાણ્યા વ્યક્તિએ સુમનભાઈના ઘરે આવી નીરૂબેનનો અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું અને તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.

આ સમાચાર મળતાં પરિવારજનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં નીરૂબેનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. આસપાસના લોકો પાસેથી પરિવારને જાણવા મળ્યું હતું કે, કલેક્ટર કચેરી સર્કલથી શક્તિનાથ તરફ જવાના રોડ પર થોડે દૂર પહોંચતા એક અજાણ્યા દ્વિચક્રી વાહનચાલકે નીરૂબેનને ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી નીરૂબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે સુમનભાઈ તરબદાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા દ્વિચક્રી વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચના જુલેલાલ મંદિરમાં પૂરના પાણી ઓસરતા સાપ દેખાયો

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છેલ્લા 4 દિવસથી ટ્રાફિકજામની સમસ્યા યથાવત.

ProudOfGujarat

ગાંધીનગર પોલીસની તવાઈ! અલગ-અલગ ત્રણ જગ્યાએ જુગાર રમતા 10 ઇસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!