Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓને 1432 જમવાની ડિશ અને સ્કૂલ બેગનું વિતરણ : ભરૂચ જિલ્લામાં સરકારી-ખાનગી શાળાઓમાં 70 હજારથી વધુ ડિશોનું વિતરણ; ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

Share

 

અંકલેશ્વર : કેન્દ્ર સરકાર પ્રાયોજિત પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત અંકલેશ્વરના માં શારદા ભવન ખાતે વિદ્યાર્થીઓને જમવાની ડિશ તથા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાંધીનગરના પી.એમ. પોષણ નિયામક આનંદ પટેલ (IAS) ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પી.એમ. પોષણ શક્તિ યોજના, ભરૂચ અને કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વરની શાળાના વિદ્યાર્થીઓને કુલ 1432 જમવાની ડિશ તથા સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને મળી કુલ 70 હજારથી વધુ ડિશોનું વિતરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ ડિશનો ઉપયોગ નાસ્તા અને મધ્યાહન ભોજન માટે કરી શકશે.

કાર્યક્રમમાં આનંદ પટેલે જણાવ્યું હતું કે બાળકોને ગરમ અને ગુણવત્તાસભર ભોજન પૂરું પાડવું માત્ર પોષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનું પણ મહત્વનું માધ્યમ છે. પૌષ્ટિક આહારથી બાળકો વર્ગખંડની પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને શાળામાં હાજરીમાં પણ સુધારો થઈ શકે છે.

‘વિકસિત ભારત-2047’ અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

અંકલેશ્વરની ઇ.એન. જીનવાલા હાઈસ્કૂલ ખાતે ‘વિકસિત ભારત-2047’ અંતર્ગત ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અને 25 વર્ષના સુશાસન સંદર્ભે તાલુકા કક્ષાની ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના ચિત્રો નિહાળી આનંદ પટેલે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. વિજેતા અને સહભાગી વિદ્યાર્થીઓને નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજી સહિત અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં આજોલી ગામે નવી વસાહત વિસ્તારમાં ધર આંગણે બાંધેલ પાડી ઉપર દીપડાનો હુમલો. 

ProudOfGujarat

સરપંચ પરિષદનાં પ્રમુખે રાજ્યનાં આરોગ્ય મંત્રીને રૂબરૂ મુલાકાત કરીને રાજપીપળા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા ના હોવાના બાબતે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : ડુંગળીની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો વાલિયા પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!