Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ : 8થી 9 ફાયર ટેન્ડરો દોડી આવ્યા, આગ પર 80 ટકા કાબૂ; એક વ્યક્તિને સામાન્ય ઈજા

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે આવેલી ફિલાટેક્સ કંપનીના વેરહાઉસમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં દૂર સુધી આગની વિરાટ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 8થી 9 જેટલી ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. વેરહાઉસમાં રહેલા મટિરિયલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આગની તીવ્રતાને કારણે વેરહાઉસનું ઉપરનું છાપરું તૂટી પડ્યું હતું. જેના કારણે શરૂઆતમાં ફાયર વિભાગની ટીમોને અંદર સુધી પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. બાદમાં ફાયર જવાનોએ પતરાં તોડી અંદર સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, વેરહાઉસમાં કોઈ જોખમી કેમિકલનો જથ્થો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

ફાયર વિભાગની સતત જહેમત બાદ આગ પર આશરે 80 ટકા જેટલો કાબૂ મેળવી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. જોકે, એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

હાલ આગ મોટાભાગે નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગના કારણ તેમજ વેરહાઉસમાં થયેલા નુકસાન અંગેની સત્તાવાર વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.


Share

Related posts

ખેડાની પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ જર્જરિત હોવાથી રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ

ProudOfGujarat

ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી

ProudOfGujarat

ખોડલધામ મંદિરનાં સાતમાં પાટોત્સવ નિમિત્તે CM ધ્વજારોહણ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!