Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: શુક્લતીર્થ ગ્રામ પંચાયતમાં ૧૦૨ વર્ષમાં ઓબીસી અનામત સીટ ન ફાળવાતા ગ્રામજનોમાં ભભૂકતો રોષ

Share

ભરૂચ:

ભરૂચ તાલુકાના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા શુક્લતીર્થ ગામની ગ્રામ પંચાયત હાલ ચર્ચાના એરણે ચડી છે. શુક્લતીર્થ ગ્રામ પંચાયતની સ્થાપના ૧૯૨૪માં થઈ હતી. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ૧૦૨ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં, ગ્રામ પંચાયતમાં એક પણ વાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC/બક્ષીપંચ) માટે સરપંચની સીટ ફાળવવામાં આવી નથી. આગામી ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની શક્યતાઓ વચ્ચે ગામજનો અને ઓબીસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

૧૦૨ વર્ષના ઇતિહાસમાં માત્ર બે જ પ્રકારની ફાળવણી

શુક્લતીર્થ ગ્રામ પંચાયતની સ્થાપનાથી લઈને આજદિન સુધીના સરપંચોની સત્તાવાર યાદી પર નજર કરીએ તો, અહીં માત્ર બે જ કેટેગરીમાં સત્તા કે વડપણ રહ્યું છે:

  • બિન અનામત (General)

  • અનુસૂચિત આદિજાતિ (ST)

  • આ સિવાય કોઈ કારણસર પદ ખાલી રહેતા વહીવટદારનું શાસન ચાલ્યું છે.

ગામજનોના જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજ પછી ગામમાં બીજા નંબરની સૌથી વધુ વસ્તી અને મતદારો ઓબીસી (બક્ષીપંચ) સમાજના છે. તેમ છતાં સદી કરતાં વધુ સમય વીતવા છતાં તેમને પ્રતિનિધિત્વથી વંચિત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC) ની બેઠક પણ આજદિન સુધી ફાળવાઈ નથી.

૨૭ ટકા અનામતના સરકારી નિર્ણય સામે સવાલો

રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત ૨૭ ટકા કરવાનો ઐતિહાસિક સુધારો કર્યો છે, પરંતુ શુક્લતીર્થમાં આ નિયમનો અમલ થતો ન હોવાનું જણાઈ રહ્યું છે. રોટેશન પદ્ધતિની આ નિષ્ઠા સામે સ્થાનિકો તર્કવિતર્ક અને સવાલો ઉઠાવી રહ્યા છે.

ગામજનોનો હૂંકાર: “અમે ભીખ નથી માંગતા, હક્ક-અધિકાર માંગીએ છીએ”

ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, આગામી ચૂંટણીમાં વસ્તી અને રોટેશનના આધારે ઓબીસી સમાજને સરપંચ પદની બેઠક ફાળવવામાં આવે અને ૧૦૨ વર્ષના અન્યાયનો અંત લાવવામાં આવે. આ સાથે મતદારોને મતદાન સરળ બને તે માટે મતદાર યાદીનું સીમાંકન ફેરફાર કરી વિખરાયેલા મતદારોનો નજીકના બૂથમાં સમાવેશ કરવા માંગ કરાઈ છે.

સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, “અમે ભીખ નથી માંગતા, પરંતુ સરકારે આપેલા હક્ક અને અધિકાર મુજબની અમારી ન્યાયિક માંગણી છે. જો આ વખતે આ માંગ સ્વીકારવામાં નહીં આવે, તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.”


Share

Related posts

વડોદરામાં હ્યુમન રિસોરસ અને ઈન્ડસ્ટ્રીયલ રિલે‌શનનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

સુરત : ઓલપાડ તાલુકાના અણીતા ગામેથી ૭૩ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ત્રીજી કોરોનાની લહેર વચ્ચે પ્રજાની તિજોરીના જોરે સરકારની વાહવાહી કરવાનો લોકાર્પણ પ્રસંગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!