Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ગુટખા ભરેલ ટેમ્પો સાથે એકની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે જાણો વધુ.

Share

કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ છે તેવામાં ગુટખાનું કાળા બજાર થવા લાગ્યું છે,ગુટખાની પડીકીઓ વેપારીઓ પાસેથી લઇ તગડા ભાવમાં વેચાણ અંદર ખાને ચાલી રહ્યું છે. ત્યારે ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફને મળેલ બાતમીના આધારે નંદેલાવ ઓવરબ્રિજ નીચેથી પસાર થતા એક ટેમ્પોને રોકી તેમાં તલાસી લેતા મોટી માત્રામાં ગુટખાનો સામાન મળી આવતા પોલીસે GJ,6 AT 0771 ટેમ્પાનાં ચાલકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મામલામાં પોલીસે 1.50 લાખના ટેમ્પો સહિત અંદાજીત 1.60 લાખ ગુટખા મળી ૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, મહત્વનું છે કે લોક ડાઉનની સ્થિતિમાં વ્યસન કર્તાઓની લતનો ફાયદો કેટલાક તત્વો 4 ગણા મોંઘા ભાવે પડીકીઓ વેચીને મેળવી રહ્યા છે તે કડવી વાસ્તવિકતા પણ છે.

Advertisement

Share

Related posts

‘સાત’ વોલ્ટેર વીરૈયાની પ્રેસ મીટમાં મેગાસ્ટાર ચિરંજીવીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે કર્યું ફ્લર્ટ

ProudOfGujarat

૪થી જાન્યુઆરી એ પંચમહાલ જિલ્લાનું ગરીબ કલ્યાણ મેળો યોજાશે

ProudOfGujarat

દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ-વે વન સાઈડ બિનસત્તાવાર શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!