Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ પરિવારનાં બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારને આરોગ્ય તપાસ માટે મોકલી આપી બાળકને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નહીં વધે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. પરંતુ બહારથી આવેલા લોકોના કારણે ફરી જિલ્લામાં કોઈને કોઈ કોરોના પોઝિટિવ દર્દી હોવાનો રિપોર્ટ બહાર આવે છે. ત્યાં અંકલેશ્વરના તીર્થ નગરમાં અમદાવાદથી આવેલ બાળકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદથી આવેલ પરિવારને આરોગ્ય તપાસમાં છ વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લઇ તેના પરિવારજનોને તાત્કાલિક ધોરણે ફરી આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે બાળકને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 38 પર પહોંચી છે, 3 લોકોના મોત થયા છે, જ્યારે 29 લોકો સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : મોરવા હડફ ખાતે જુની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ ધરણા યોજયા.

ProudOfGujarat

વાગરાના અંભેટા ખાતે આવેલ સ્ટર્લીંગ વિનાયલ એડિટીવ્ઝ પ્રા.લી કંપનીની ગંભીર બેદરકારી સામે જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

નડિયાદ જિલ્લા ન્યાયાલય ખાતે “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!