Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં કહેર વચ્ચે રાજપારડીમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા.

Share

કોરોનાના વધતા વ્યાપને અંકુશમાં રાખવા સરકારે લોકડાઉન જાહેર કર્યુ. ત્યારે તબક્કાવાર એક પછી એક ત્રણ લોકડાઉનો આપણે અનુભવ્યા.અત્યારે ચોથું લોકડાઉન પૂર્ણતાના આરે છે.શ્વાસોચ્છવાસના માધ્યમથી સંક્રમણ ફેલાવતા કોરોના વાયરસથી બચવા લોકોએ એકબીજાથી અંતર જાળવવાનું હોય છે.જોકે ઉપરાચાપરી ત્રણ લોકડાઉનો બાદ સામાજિક અને આર્થિક વ્યવસ્થા વધુ ગુંચવાય નહિ તે માટે ચોથા લોકડાઉનમાં નિયમોને આધિન અંશતઃ છુટછાટો જાહેર કરાતા ઘણી જગ્યાઓએ મેળા જેવા દ્રશ્યો દેખાયા હોવાની વાતો સામે આવી છે.ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પણ ચોથા લોકડાઉનમાં મળેલી છુટછાટને પગલે લોકોએ સોસિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોય છે,તેને બદલે નગરના બજારમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોવાની વાતો સામે આવી છે.રાજપારડી નગર એક મહત્વનું વેપારી મથક હોવાના નાતે આસપાસના ગામોની જનતાની અવરજવરથી નગર ધબકતું રહે છે.અત્યારે લોકડાઉનનો અમલ ચાલુ છે ત્યારે સરકારી જાહેરનામા મુજબ લોકોએ સોસિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોય છે.તેને બદલે કરિયાણા, શાકભાજી તેમજ અન્ય ધંધાઓવાળી દુકાનોએ લોકો એકબીજાથી જરુરી અંતર જાળવતા નથી.ત્યારે વેપારીઓ તેમજ ગ્રાહકો એકબીજાથી સમન્વય સાધીને જાહેરનામા મુજબ સોસિયલ ડિસ્ટન્સ જાળવે તે માટે તંત્ર આગળ આવે તે જરુરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

બહુચરાજી મંદિરના નવનિર્માણ કાર્યને લઈ કેબિનેટની બેઠકમાં નિર્ણય, શિખરની ઉંચાઈ 81 ફૂટ કરાશે

ProudOfGujarat

વાલી અને વિદ્યાર્થીઓને પરિણામને લઈને હાશકારો : રૂટિન જેવી જ અપાશે માર્કશીટ.

ProudOfGujarat

અમદાવાદ : એચ. એ. કોલેજ માં વિશ્વ સાક્ષરતા દિવસનું સેલીબ્રેશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!