Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીનનાં પાક કૃત્યો સામે રોષ વ્યક્ત કરી ચાઈના બનાવટનાં મોબાઈલ અને ટીવી જાહેરમાં તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share

હાલ તો ભારત દેશનાં લદ્દાખમાં સરહદ ઉપર ચીનનાં સૈનિકો દ્વારા હુમલો કરીને ભારતીય વીર સૈનિકોને શહીદ કરી નાખવામાં આવતા આ વાતનો રોષ સમગ્ર દેશમાં છે. ત્યારે દેશભરનાં તમામ લોકો વેપારીઓ દ્વારા હવે ચીનનાં માલનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

ચીનની સાથે આર્થિક રીતે જોડાવા તેમજ તેનો સામાન, જમીન ખરીદવામાં આવે તો એની કમર તૂટી જશે જેને લઇને હાલ દેશભરમાં ચાઈના બનાવટનાં મોબાઈલ, ટીવી સહિતનાં સામાન નહીં વેચવા તેમજ તોડી નાંખવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરમાં પાંચબત્તી ખાતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ચાઇનાનાં મોબાઇલ, ચાઇનાનાં ટીવી તોડી નાંખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર : શેત્રુંજી ડેમ 83 ટકાથી વધુ ભરાયો : હેઠવાસના ગામોમાં એલર્ટ જાહેર.

ProudOfGujarat

ભરૂચ : શ્રાવણ માસના અંતિમ શનિવારે ઝાડેશ્વર તીર્થ ખાતે ભક્તોની ભારે ભીડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!