Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોરણ 10 અને 12 માં બે વિષયમાં નપાસ થનારને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

Share

કોરોના મહામારીને પગલે અભ્યાસ ક્ષેત્ર પર પણ તેની અસર પડી છે. તેથી જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે. તેવા સમયે ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા માટેની યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાઈ તેવી બોર્ડ મેમ્બરે માંગ કરી છે. બોર્ડ મેમ્બર ડૉ.પ્રિયંવદન કોરાટે આ બાબતે રજૂઆત કરતાં જણાવ્યુ છે કે કોરોના મહામારીમાં પૂરક પરીક્ષા યોજવી જોખમકારક સાબિત થઈ શકે તેમ છે તેથી ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નપાસ થયેલ વિદ્યાર્થીઓ હાલ જુલાઇમાં પૂરક પરીક્ષા આપવા યોગ્યતા ધરાવે છે. તો તેમણે પણ CBSE ની જેમ પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશન આપવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડામાં બાળકો અને માતા- પિતા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટીંગ લેબની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

નેત્રંગનાં ડુંગરો પર કેસુદાએ જમાવ્યો રંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!