Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કિશનાડ ગામમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

Share

પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ભરૂચ તાલુકાના કિશનાડ ગામમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તરૂણાબેન હેમેન્દ્રકુમાર મુકેશભાઈ રાવળ હાલ રહે. કિશનાડ મૂળ રહે. ધોળીકુઈ ભરૂચ નાઓ ગતરાત્રીના ૧૧ થી ૧૨:૩૦ વચ્ચે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. તરૂણાબેન તેમના પતિને ત્રણ દિવસથી પોતાના પિયરમાં જવાનું કહેતા હતા. પતિએ પોતાની પત્નીને હાલમાં નાણાં ન હોવાનું જણાવી નાણાં આવશે તો તને પિયર મોકલીશું એમ કહેતા તરૂણાબેનને લાગી આવતા તેણીએ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ સંદર્ભે તરૂણાબેનના પતિએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ બનાવેલા કોડિયા, અગરબત્તી તેમજ દિવાળીમાં ડેકોરેશનની આઈટમોનું એક્ઝિબિશન Epoxy ડિવિઝનમાં ગ્રાસીમ કંપની ખાતે યોજાયું.

ProudOfGujarat

અંકલેશ્વર કોરોના પોઝીટિવ દર્દીનાં મોતનાં સમયે પડતી તકલીફો માટે અલગ શબવાહિની અને એક કાર્યકરોની ટીમ બનાવવા માટે માંગ.

ProudOfGujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ ઉભી રાખી નર્મદા નદીમાં ચુંદડી ચઢાવી પરત આવનાર યુવાનનું કારની ટક્કરે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!