Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધોળે દિવસે પાંચબત્તી વિસ્તારમાં જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ, ફાયરિંગમાં બે લોકો થયા ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આજે બપોરનાં સમયે અંબિકા જવેલર્સમાં 4 જેટલા લૂંટારુઓ ત્રાટકી લૂંટ ચલાવી બાદમાં 3 થી 4 રાઉન્ડ ફાયરિંગની ઘટનાને અંજામ આપી ફરાર થતા ભારે ચકચાર મચી હતી.

લૂંટારુઓએ સોનાની ચેન જોવાના બહાને ચેન લઇ ભાગવા જતા નોકરો અને માલિકે રોકવા જતા તેઓ ઉપર ફાયરિંગની ઘટનાને અંજામ આપી મોટરસાયકલ લઇ ફરાર થયા હતા. ઘટનામાં દુકાનના માલિક અને પિતરાઈ ભાઈઓ મહેશ કુમાર સોની, ઉં. 38 રહે -સુંદરમ રેસિડેન્ટ અને નિખિલ મનહર સોની ઉં.32 રહે. આર કે રેસિડેન્સીનાઓ ઘાયલ થતા તેઓને પ્રથમ ભરૂચ સિવિલ ત્યારબાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ગુનેગારો હવે એટલી હદે બેફામ બની ગયા છે કે ભરૂચ માટે ફાયરિંગ જેવી બાબતો હવે સામાન્ય બનતી જતી હોય તેમ એક બાદ એક ઘટનાઓ બની રહી છે, જે બાબત પણ ચિંતા જગાવે તેમ છે. હાલ સમગ્ર મામલે ભરૂચ પોલીસની અલગ અલગ ટીમોએ ફરાર લૂંટારુઓની નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે, સાથે જ અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજની મદદ પણ લેવામાં આવી રહી છે, અને વહેલી તકે આરોપીઓ પોલીસ પકડમાં આવી જશે તેમ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખએ જૂની મામલતદાર કચેરીના ચો તરફ જર્જરીત બનેલ પૌરાણિક દીવાલનું સમારકામ કરવા માંગ કરી.

ProudOfGujarat

રાજપીપલા: દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત

ProudOfGujarat

વિરમગામના વિશ્વકર્મા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!