Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હાથરસનાં બનાવ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું .

Share

તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં હાથરસ જિલ્લામાં દલિત દીકરી પર થયેલ અત્યાચાર, બળાત્કાર અને હત્યાના બનાવના વિરોધમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેકટરને સંબોધીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દીકરીઓની સુરક્ષા અંગે સરકાર અને સમાજે ગંભીરતાથી વિચારવું જોઈએ, આવેદનપત્રમાં એમ પણ જણાવાયુ છે કે ખુબ મોટી સંખ્યામાં આત્મહત્યાના બનાવો બને છે જયારે સજા ખુબ ઓછા નરાધમોને મળે છે. સમાજમાં યુવાનોને દીકરીઓનાં સન્માન કરવા અંગે તાકીદ કરવી જોઈએ. મહિલા પર અત્યાચાર અંગે કાયદાનું પાલન ધર્મ કે જાતિ આધારિત ન થવું જોઈએ. કોઈપણ દીકરી કે મહિલા પર અત્યાચાર કે બળાત્કાર થાય તયારે નરાધમો સામે કડક પગલાં ભરવા જોઈએ. આવેદનપત્ર સેજલ દેસાઈની આગેવાનીમાં જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લાના જુદા-જુદા ૧૯૦૦ સ્થળોએ પાંચ લાખ નાગરિકો યોગ કરશે.

ProudOfGujarat

વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં ભારતને મળ્યુ 9 મું સ્થાન, એરપોર્ટ કાઉન્સિંલ ઈન્ટરનેશનલે જાહેર કર્યું રેન્કિંગ

ProudOfGujarat

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ ફરી આદિવાસી સમાજનાં હક્કો માટે અવાજ ઉઠાવ્યો અને ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!