Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ખુશ્બુ પાર્કના બંધ મકાનને નિશાન બનાવી રૂ! ૫૫,૦૦૦ ની ચોરી

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્કમાં રહેતા મકાન માલિક અમદાવાદ જતા બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો રોકડા અને સોનાના દાગીના મળી કુલ રૂ! ૫૫,૦૦૦ નો મુદ્દામાલનો હાથ ફેરો કરી જતા ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્કમાં ૧૮ નંબરના મકાનમાં રહેતા સદાક શેખ પરિવારજનો સાથે બહાર ગામ ગયા હતા. તે દરમ્યાન તેમને મેસેજ મળ્યો હતો કે તેમના ઘરનું તાળું તૂટેલ છે અને ચોરી થઇ છે તેના પગલે પરત ભરૂચ દોડી આવ્યા હતા.

Advertisement

ઘરે આવી તપાસ કરતા ઘરમાંથી રોકડા ૧૭,૦૦૦ તેમજ સોનાની બંગાળી અને ત્રણ વીંટી ઉપરાંત ત્રણ ઘડિયાળો મળી અંદાજે રૂ! ૫૫૦૦૦ નાં મુદ્દામાલની ચોરી થયાનું માલુમ પડતા આ અંગે ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી હતી.


Share

Related posts

લીંબડી તાલુકામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એકસી મીટરથી ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવી હતી.

ProudOfGujarat

ઉમરપાડામાં યુવકનું અપહરણ કરી મારપીટ: ચાર સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચમાં ઇન્ટિરિયર  ડિઝાઇનનો કોર્સ ચલાવતી સંસ્થા સ્ફુર્ણા ડિઝાઇન સ્કુલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ખાતે એક્ઝીબીશનનુ આયોજન કરાયુ……..

ProudOfGujarat
error: Content is protected !!