Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સબસીડાઇઝ રાસાયણિક ખાતરના વેચાણ કરતાં વિક્રેતાઓને તાલુકાકક્ષાએ હાજર રહેવાનું જણાવ્યું હતું.

Share

ભારત સરકારશ્રીના સુચના અનુસાર તા.૦૧/૦૨/૨૦૧૮ થી તમામ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત (POINT OF SALE) મશીન ધ્‍વારા જ કરવાનું નક્કી કરેલ છે. જિલ્લામાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનો પરવાનો ધરાવી વેચાણ કરતાં કુલ-૧૭૩ વિક્રેતાઓને POS મશીન આપવામાં આવેલ છે. તા.૨૪/૦૧/૨૦૧૮ નાં રાત્રિ સુધીમાં વિક્રેતાઓએ તમામ ફીઝીકલ સ્‍ટોકનું ઇનવોઇસ અથવા એક્‍નોલેજમેન્‍ટ જે તે કંપની/ડીસ્‍ટ્રીબ્‍યુટર/સંસ્‍થા પાસેથી મેળવી લેવાનું રહેશે. તા.૨૫/૦૧/૨૦૧૮ થી વિક્રેતાઓ પાસે રહેલ ખરેખર ફીઝીકલ સ્‍ટોકની એંન્‍ટ્રી POS મશીનમાં કરવાની થાય છે. POS મશીનમાં ફીઝીકસ સ્‍ટોકની એન્‍ટ્રી કર્યા બાદ વિક્રેતાએ સબસીડાઇઝ રાસાયણીક ખાતરનું વેચાણ POS મશીન વગર કરી શકશે નહી. ખેડૂતોએ વિક્રેતાઓ પાસે સબસીડીઇઝ રાસાયણિક ખાતર ખરીદી વખતે ફરજીયાત આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.

આ માટે ભરૂચ જિલ્લામાં નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્‍તરણ) ની કચેરી ધ્‍વારા સબસીડાઇઝ રાસાયણિક ખાતરના વિક્રેતાઓને તા.૨૯/૦૧/૨૦૧૮ થી તા.૩૦/૦૧/૨૦૧૮ દરમ્‍યાન POS મશીનમાં કંપની વાઇઝ/પ્રોડક્‍ટ વાઇઝ/કંપનીના પ્‍લાન્‍ટ વાઇઝ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનાં સ્‍ટોકની એન્‍ટ્રી કરાવવા માટે જે તે તાલુકાના વિક્રેતાઓને તેના તાલુકાનું સ્‍થળ નક્કી કરેલ છે. તે સ્‍થળે ફરજીયાત હાજર રહીને ફીઝીકલ સ્‍ટોક નાંખવાની કામગીરી કરવા માટે સુચના આપવામાં આવે છે.

Advertisement

તા.૨૯/૦૧/૨૦૧૮ થી તા.૩૦/૦૧/૨૦૧૮ નાં સવારે ૧૦:૦૦ કલાકે નીચે મુજબના સ્‍થળે ફીઝીકલ સ્‍ટોક નાંખવાની કામગીરી માટે સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરતાં વિક્રેતાઓને તા.૨૯/૦૧/૨૦૧૮ ના રોજ ભરૂચ તથા વાગરા તાલુકાનાં વિક્રેતાઓ માટે ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેશન, ઘીકુડીયા – ભરૂચ ખાતે, આમોદ તાલુકા માટે એ.પી.એમ.સી. ખાતે, જંબુસર તાલુકા માટે તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે, અંકલેશ્વર તાલુકા માટે તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે, હાંસોટ તાલુકા માટે જીએનએફસી ડેપો હાંસોટ ખાતે તેમજ તા.૩૦/૦૧/૨૦૧૮ નાં રોજ ઝગડીયા તાલુકા માટે શિવ એગ્રો, રાજપારડી ખાતે અને વાલીયા/નેત્રંગ તાલુકા માટે ધી રૂદ્રપુરી સેવા સહકારી મંડળી – વાલીયા ખાતે હાજર રહેવાનું રહેશે.

સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરતાં વિક્રેતાઓએ POS મશીન ફુલ ચાર્જીંગ કરીને લાવવું(જેના નામે રજીસ્‍ટ્રેશન કરાવેલ છે તે વ્‍યક્‍તિએ જાતે જ આવવું)., રાસાયણિક ખાતરનું સ્‍ટોક પત્રક(તા.૨૪/૦૧/૨૦૧૮ સુધીનું તૈયાર કરી લેવા આવવું) અને પેઢી/સંસ્‍થાનો સ્‍ટેમ્‍પ પેઢી/સંસ્‍થાનો લેટર પેડ સાથે લઇ આવવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્‍તરણ)એ યાદીમાં જણાવ્‍યું છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના સંકટમાંથી ગુજરાતને હેમખેમ બહાર લાવવા જવાલેશ્વર મહાદેવને જળાભિષેક કરાયો

ProudOfGujarat

જાફરાબાદ : દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે વિકાસ કામના લોકપર્ણ તેમજ ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કયાં કેટલી વ્યક્તિઓનો સ્થળાંતર કરાયું જાણો વધુ…???

ProudOfGujarat
error: Content is protected !!