Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કંબોલી ગામ ખાતે ઝેરી બિયારણ ખાતા બાળકોની તબિયત બગડી.

Share

ભરૂચ જીલ્લામાં વર્ષમાં 2 થી 3 વાર એવાં બનાવ બને છે કે જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ અથવા બાળકો બિયારણ ખાઈ જતાં બીમાર પડતાં હોય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આવા બનાવો વધુ બને છે. શાળાનાં વિદ્યાર્થીઓ રિસેસનાં સમયે આવા બિયારણ ખાતા હોય છે પરંતુ હાલ શાળા બંધ હોવાથી કંબોલી ગામમાં 4 જેટલા બાળકોએ રમતમાં બિયારણ ખાઈ જતાં તેમની તબિયત લથડી હતી જેમને ઊલટીઓ થતાં અફરાતફરીનું અને ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે પરંતુ વાલીઓ દ્વારા આ કયાં બિયારણ છે અને તેની ઝેરી અસર કેમ થઈ તે અંગે યોગ્ય તપાસ થાય એવી માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : ડભોઇનાં વૈષ્ણવ પાર્કમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ કર્યુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

નવસારી-આમડપોરના અજિત દેસાઇને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા મામલે ગોધરામાં હિન્દુરક્ષા મંચ દ્વારા તંત્રને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!