Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં વ્હાલું ગામ ખાતે મસ્જીદમાં યુવકને હાથમાં કાચ વાગતા મોત નીપજયું.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વ્હાલું ગામ ખાતેની મસ્જીદમાં ભરૂચ શહેરનાં ધોબી તળાવ વિસ્તારમાં રહેતા જુનેદ ફિરોજભાઈ પઠાણ નામનો એક યુવક ગયો હતો તે દરમિયાન અચાનક જ તેણે મગજ પરનું સંતુલન ગુમાવી દઈ મસ્જીદની બારીઓનાં કાચ તોડવા લાગ્યો હતો.

કાચ તૂટતા હાથના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવકને સ્થાનિકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હાલ સમગ્ર મામલા અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ઘટના અંગેના ચોક્કસ કારણો બાબતેની તપાસ હાથધરી છે, અચાનક બનેલ વ્હાલું ગામ ખાતેની આ ઘટનાથી ગ્રામજનોમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો.


Share

Related posts

ઝઘડીયાનાં રાજપારડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ સર્વે કરાયો.

ProudOfGujarat

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

રાજપારડીમાં પ્રતિબંધિત સિગારેટ, તમાકુ વેચતાં બે વેપારી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!