Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 21 મોટરસાયકલની ચોરી કરનાર આંતર રાજય વાહન ચોરી ટોળકીનાં બે આરોપીઓ ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

Share

ભરૂચ જીલ્લામાં છાશવારે મોટર સાયકલની ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ ચોરના સગડ મેળવવા માટે પોલીસ દ્વારા સધન પૂછતાછ કરતાં આંતરરાજય વાહન ચોરી કરતી ટોળકીના બે આરોપીઓને રાજપારડી પોલીસે ઝડપી પાડયા છે.

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરીને ત્યાં છુપાવેલ ચોરીની ૨૧ મોટરસાયકલો કબજે લીધી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ પોલીસ ટીમ સાથે ગત તા.૭ મીના રોજ રાજપારડી નેત્રંગ રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે બે ઇસમો ચોરીની મનાતી મોટરસાયકલો સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા તેઓને રોકીને ચેક કરતા આ બે મોટરસાયકલો રાજપારડી અને ઉમલ્લા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુના મુજબ ચોરીની હોવાનું જણાયુ હતુ. ત્યારબાદ પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આ બે ઇસમો ભાંગી પડ્યા હતા,અને પૂછપરછ દરમિયાન તેમણે પોતાના અન્ય સાગરીતો સાથે કામરેજ બારડોલી પલસાણા ગણદેવી સુરત વલસાડ રાજપારડી અને ઉમલ્લા વિસ્તારમાંથી ૧૯ જેટલી મોટરસાયકલોની ચોરી કરીને પોતાના વતન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના દારજા ગામની નજીક આવેલ જંગલમાં છુપાવી રાખેલ હોવાની કબુલાત કરી હતી. બાદમાં પીએસઆઇ જાદવે પોલીસ જવાનોની ટીમ બનાવીને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ડુંગરાળ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ ઓપરેશન દરમિયાન પોલીસે વિવિધ કંપનીઓની કુલ ૨૧ જેટલી મોટરસાયકલો શોધી કાઢી હતી.

વધુમાં મળતી વિગતો મુજબ આરોપીઓએ ભરુચ અને સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં મોટરસાયકલો ચોરીને પોતાના સાગરીતો દ્વારા વતનના વિસ્તારોમાં વેચેલ હોવાની કબુલાત કરી હતી.પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી વિગતો મુજબ આ ટોળકીના છ કથિત આરોપીઓ સાંજના સમયે જેતે ટાઉન વિસ્તારમાં આવી ચા નાસ્તો કરીને કોઇ અવાવરુ જગ્યાએ છુપાઇ જતા અને મધ્યરાત્રી દરમિયાન બહાર નીકળીને સારી સારી ગાડીઓ શોધીને પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવીથી મોટરસાયકલનું લોક ખોલીને તેની ઉઠાંતરી કરતા, અને મધ્યપ્રદેશ લઇ જઇને જંગલ વિસ્તારમાં છુપાવી રાખીને વેચાણ કરતા હતા. પોલીસે આ ગુનામાં કરણભાઇ જબરીયાભાઇ તોસમર રહે.દારજા પટેલ ફળિયું જિ.અલીરાજપુર મધ્યપ્રદેશ અને પિન્ટુભાઇ શંકરભાઈ તોમર રહે.દારજા પટેલ ફળિયું જિ.અલીરાજપુર મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી. જ્યારે આ ટોળકીના મનાતા અન્ય ચાર ઇસમો જીગેશભાઇ અરવિંદભાઇ તોમર ભાયો ડુંગરીયો જામર હિરતાન રુપસિંગ તોમર આ ત્રણેય રહે.દારજા પટેલ ફળીયું જિ.અલીરાજપુર મધ્યપ્રદેશ અને કીરીટભાઇ રહે.કટ્ટા થાના સોરવા જિ.અલીરાજપુર મધ્યપ્રદેશનાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. રાજપારડી નજીક ચોરીની મોટરસાયકલ સાથે પકડાયેલ ઇસમોની કબુલાતથી વિવિધ વિસ્તારોમાં થયેલ બાઇક ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર ચુડાના વેજલકા ગામના ખેડુતની આત્મહત્યા થી વેજલકા ગામે ખેડુતોમાં સંનાટો

ProudOfGujarat

બારડોલી ટાઉનહોલ ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલનો સત્કાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં તંત્ર નિષ્ક્રિય : ડેન્ગ્યુ અને ગંદકી સામે કોઈ પગલાં નહીં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!