Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં કોવિડ સ્મશાન ખાતે એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકે અશ્રુભીની આંખે પિતાને અગ્નિદાહ આપ્યો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઘણી વિકટ બની રહી છે, કોરોનાની બીજી લહેરે કેટલાય લોકોના ઘર વેર વિખેર કરી નાખ્યા છે તેવામાં જ આજરોજ એક 14 વર્ષનાં પુત્રને એક જ અઠવાડિયામાં પોતાના માતા અને પિતા બંનેને ગુમાવી એકલો પડી ગયો હતો.

ભરૂચ જિલ્લાના મનુબર ગામ ખાતે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. મનુબર ગામે રહેતા 14 વર્ષીય જયરુદ્ર પરમાર નામના બાળકનાં માતા અને પિતાને કોરોના થયો હતો અને બંને માતા-પિતાને હોસ્પીટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા, ત્યારે એક અઠવાડિયા પહેલા જ બાળકની માતા દીપ્તિકાબેન હિતેશકુમાર પરમારએ કોરોના સામે હાર માની જીવ ગુમાવ્યો હતો અને આજરોજ તેમના પિતા હિતેશકુમાર પરમારે પણ કોરોના સામે હાર માની હતી. આજરોજ કોવીડ સ્મશાન ખાતે બાળકે અશ્રુભુની આંખે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. કુદરત બની ક્રૂર! જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે હવાલો સંભાળતાં પી.ડી.પલસાણા.

ProudOfGujarat

YRF 25 જુલાઈના રોજ ‘વોર 2’નું ટ્રેલર લોન્ચ કરીને રિતિક રોશન અને NTRની સિનેમેટિક સફરના 25 વર્ષની ઉજવણી કરશે!

ProudOfGujarat

રસોડાની ‘ગુપ્ત સ્વીચ’ દબાવતા જ દારૂ સંઘરવાનું ભોંયરૂ ખુલતું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!