ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ /જુગારની પ્રવૃત્તિને અટકાવવા તેમજ દારૂ/જુગારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
બાતમીને આધારે ભરૂચ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તા. 28/07/20 ના રોજ મળેલ બાતમીને આધારે વાલિયા ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ.1,23,900/- નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગુનામાં છેલ્લા 10 માસથી વોન્ટેડ આરોપી સતનામ ઉર્ફે સત્તો નારસિંગભાઈ વસાવા, રહે. વાલિયા, ભરૂચ જે પોલીસની નજર ચૂકવી નાસ્તો ફરતો હતો જેને ભરૂચ પોલીસે પકડી પાડીને આગળની કાર્યવાહી વાલિયા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Advertisement
