Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઉભા પાકને નુકસાન પહોંચતા જિલ્લાના ધરતીપુત્રો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે હાથતાળી આપતા ભરૂચના ખેડૂતોને નુકશાન થયું છે સાથે આજરોજ જિલ્લા સમાહર્તાને મળવા માટે સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા અને જંબુસર વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાકો ઉપર રસાયણિક હુમલો થયો છે અને તેમનો ઊભો પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે.

વિશેષમાં કપાસના જે ખેડૂતો છે જેમને મહામુલ્યે ખેતી પોતાની ઊભી કરી છે ત્યારે આસપાસના વિસ્તારોમાં રહેલ કેમીકલ યુક્ત ઇન્ડસ્ટ્રીઝના ઝેરી રસાયણોથી પ્રદૂષણથી પાકને નુકશાન થઈ રહ્યું છે. કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના આ વિસ્તારોનો કપાસનો પાક નુકશાન પામી રહ્યો છે જેમાં હજારો એક્કર જમીનમાં લોકોના પાક નાશ પામી રહ્યા છે. બગીચાની અંદર રહેલા ફૂલો પણ નાશ થઈ રહ્યા છે.

તો ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકે તેવા આક્ષેપો લાગવામાં આવી રહ્યા હતા. ભવિષ્યમાં પોતાનાને થતાં નુકશાન સામે ખેડૂતો આપઘાત ના કરી લે તે માટે વહેલી તકે નિરાકરણ લાવવા માટે સાથે ખેડૂતોને થયેલ નુકશાન સામે યોગ્ય વળતર મળે તે માટે ખેડૂતોએ આજરોજ ભેગા થઈ અને ભરૂચ જિલ્લા કલેકટરને આવેદણ પાઠવ્યું હતું.

Advertisement

જો સરકાર દ્વારા પણ કોઈ યોગ્ય પગલું લેવાંમાં નહી આવે તો ખેડૂતો દ્વારા આવનારા સમયમાં ગાંધી ચીંધ્યામાં માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

રિધ્ધી પંચાલ, ભરુચ


Share

Related posts

વિરમગામ,માંડલ,દેત્રોજ તાલુકા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ. જાણો વિરમગામ,માંડલ,દેત્રોજ તાલુકા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખ…

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટમાં ભારે વરસાદ : માર્ગ પર પાણી ભરાયા

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકા માં મેઘમહેર યથાવત મોહન નદીમાં બળદ તણાતાં મોત નિપજ્યું,એક ભેંસ ને બચાવી લેવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!