ગત 7 મી સપ્ટેમ્બરના રોજ મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ થઈ હતી કે એક આરોપી કરશનભાઈ હમીરભાઈ રબારી રહે, થોરાળાગામ રબારીવાસ, મોરબી, રાજકોટ તથા મહિલા પોલીસ પકડથી બચવા અંતે છેલ્લા પાંચેક મહિનાથી નાસભાગ કરી રહ્યા હતા.
પોલીસ સૂત્રોથી મળેલ માહિતી અનુસાર પાંચ મહિનાથી મોરબીથી નાસી છૂટેલા કરશનભાઇ અને એક સગીર ઘણા સમયથી અંકલેશ્વરના વાલિયા વિસ્તારમાં રહેતા હતા. જેઓની વાલિયા પોલીસને જાણ થતાં તરત જ તેઓને હસ્તગત કરવામાં આવ્યા હતા અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી અને વહેલી તકે કાયદાકીય કાર્યવાહી પૂરી કરી અને મોરબી પોલીસને સોપવામાં આવશે.
Advertisement
