Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વરેડીયા પાસે રોડ ક્રોસ કરતી અજાણી મહિલાનું અજાણ્યા વાહનથી મોત.

Share

ગતરોજ રાત્રીના 9-30 કલાકના સુમારે નેશનલ હાઇવે નં. 48 પર વરેડીયા પાસે એક અજાણી આશરે 40 વર્ષના આશરાની મહિલા રોડ પસાર કરી રહી ત્યારે કોઈ પણ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા અજાણી મહિલા તેની અડફેટે આવી જતા તેને શરીર પર થયેલ ગંભીર ઇજાઓને કારણે તેણીનું ઘટના સ્થળે પ્રાણપંખેરું ઉડી જવા પામ્યું હતું. મૃતક મહિલાએ શરીરે સફેદ, મરૂન તથા કાળા રંગના પટ્ટા વાળી સાડી તેમજ લીલા રંગનો બ્લાઉઝ તથા મરૂન રંગનો ચણીયો પહેરેલ છે. વાલી વારસોએ પાલેજ પોલીસ મથકના ટેલિફોન 02642 277333 અથવા મોબાઇલ ન.9904201350 પર જાણ કરી પોલીસે મથકનો સંપર્ક કરવા પાલેજ પોલીસ મથકની યાદીમાં જણાવાયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચના કેસરોલ ગામ ખાતેના તળાવમાંથી ડીકંપોઝ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત ધોરણ-3 અને 4 નાં ભાષા શિક્ષકોની બે દિવસીય તાલીમ સંપન્ન.

ProudOfGujarat

અમદાવાદમાં વિદ્યાર્થિનીની છેડતી કરતાં રોમિયોને વિદ્યાર્થિનીએ પટ્ટાથી માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!