Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી સભા-સરઘસ બંધી : રેલી, મંડળી કે સરઘસ અને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો..!

Share

ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જે.ડી પટેલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે એક જાહેરનામું તાત્કાલિક અસરથી બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આગામી તારીખ ૧૮/૦૯/૨૦૨૧ ના ૮ કલાક થી ૨/૧૦/૨૦૨૧ ના રાત્રીના ૨૪ કલાક સુધી કેટલાંક નિયંત્રણ મુકવામાં આવ્યા છે.

અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામા જણાવવામાં આવ્યું છે કે તારીખ ૧૮ થી ૨ તારીખ સુધી ચાર કરતા વધુ વ્યક્તિઓના એકત્ર થવા ઉપર કે કોઈપણ જગ્યાએ ભેગા થવા કોઈ મંડળી રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્ટર કચેરી ભરૂચની પ્રીમાઇસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા રેલી કાઢી રેલીના સ્વરૂપે આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Advertisement

વધુમાં જાહેરનામા જણાવવામાં આવ્યું છે કે આ હુકમ સરકારી નોકરીમાં અથવા રોજગરમાં હોય તે વ્યક્તિને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિઓ, સ્મશાન યાત્રાને સક્ષમ અધિકારી તરફથી ખાસ કિસ્સા તરીકેની પરવાનગી લાગુ પડશે નહિ, અને હુકમ નો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સહિતના ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ જાહેનામામાં જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

રાજકોટ:ધોરાજીમાં લલિત વસોયા અને હાર્દિક પટેલની ધરપકડ સમયે પોલીસ વેનમાં મિડીયાએ લીધેલા ઇન્ટરવ્યુના ઘેરા પ્રત્યાઘાતો-૪ પોલીસ કર્મી સસ્પેન્ડ …..

ProudOfGujarat

ઝઘડિયા : બેન્ક ઓફ ઈન્ડિયાના ૧૧૭ માં સ્થાપના દિવસની ઉમલ્લા ખાતે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

જૂનાગઢમાં રાતે ખાનગી કોલેજની બસમાં આગ ભભૂક્તા અફરાતફરી મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!