Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાથી લાગી આગ.

Share

ભરૂચ જીલ્લાના વેજલપુર બહુચરાજી ઓવારા પાસેના મકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. નગરપાલિકાના બે જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં સદનસીબે મોટી દુર્ધટના ટળી જવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લામાં આવેલ વેજલપુર બહુચરાજીના ઓવારા પાસેના મકાનમાં હોનારત સર્જાઈ હતી. રસોડામાં ગેસ સીલીન્ડરમાં લીકેજ થયો હતો જેની ગંધથી ઘરના લોકોને ખબર પડી હતી જે બાદ એકાએક આગ લાગી હતી અને થોડી જ ક્ષણોમા આગ બેકાબુ બની હતી જેથી ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. જેની જાણ નગરપાલિકાને થતા પાલિકાના બે ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોચી ગયા હતા અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ પણ જાણહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

વાંકલ : ઝરણી ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં આમલાખાડીની સફાઈ યોગ્ય રીતે ન થતા માત્ર એક ઈંચ વરસાદમાં જ પૂર જેવી હાલત

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 5 ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!