ભરૂચ ના લિંક રોડ પર આવેલ જય શ્રી અંબા માતા નું મંદિર અને શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર માં ગત રાત્રી ના સમયે ચોરી ની ઘટના બનતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો……….

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ધુળેટી ના દિવસઃ ની રાત્રીના સમયે લિંક રોડ પર આવેલ બે જેટલા ધાર્મિક મંદિરો માં ચોરી ની ઘટના પ્રકાસ માં આવી હતી…જેમાં મંદિર ના તાળાદરવાજા ના નકુચા તોડી મંદિર માં મુકેલ દાન પેટી સહીત ની વસ્તુઓ ની નિશાન બનાવી અંદાજીત હજારો ની મત્તા ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા  ……….
મુખ્ય માર્ગ ઉપર ની બે જેટલી મંદિરો માં ચોરી ની ઘટનાઓ બનતા વિસ્તાર માં ભારે ચકચાર મચ્યો હતો…તો બીજી તરફ સ્થાનિકો ના જણાવ્યા મુજબ આ વિસ્તાર માં અગાઉ પણ ચોરી ની ઘટનાઓ બની ચુકી છે..અને પોલીસ પેટ્રોલીંગ માં વધારો કરવામાં આવે તેવી લોક માંગ આ ચોરી ઓની બનેલ ઘટનાઓ બાદ થી ઉઠવા પામી છે……………
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસઃ થી શહેર અને જીલ્લા માં હત્યાઓ.દારૂ ઝડપાવવા સહીત ના ચકચારી બનાવો વચ્ચે હવે મુખ્ય માર્ગ ઉપર ના મંદિરો પણ તસ્કરો ના નિશાન ઉપર આવતા જીલ્લા ના કાયદા અને વ્યવસ્થા ના લીરેલીરા ઊડ્યા હોય તેમ લાગી રહ્યું છે…………