Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નાંદ ગામે નવનિર્મિત આંગણવાડીનું કરાયું લોકાર્પણ.

Share

ભરૂચ તાલુકાના નાંદ ગામે રૂપિયા પાંચ લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ થતા નર્મદા જયંતીના દિવસે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. આ અવસરે ધારાસભ્યએ નર્મદામાં પાણી અને દૂધનો અભિષેક કરી 52 ગજની ચૂંદડી મા નર્મદાને ચડાવી હતી.

ભરૂચ તાલુકાના નાંદ ગામે વર્ષો પહેલા બનેલી આંગણવાડી સાવ જર્જરીત અવસ્થામાં હતી. જેમાં ગામના બાળકોને અગવડતાઓનો સામનો કરવો પડતો હતો. સરકારે નવી આંગણવાડી બનાવવા રૂપિયા પાંચ લાખની ફાળવણી કરી હતી. જેના પગલે નવનિર્મિત આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ નર્મદા જયંતીના દિવસે નાંદ ગામે યોજાયો હતો. જેમાં જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ડિરેકટર નરેન્દ્રસિંહ રણાએ નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું.

નર્મદા જયંતી નિમિત્તે ધારાસભ્ય અરુણસિંહ રણાએ નાંદ ખાતે નર્મદાના જળમાં દૂધ અને પાણીનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. જ્યારે ઝનોર ખાતે ધર્મવીરસિંહ સહિતના આગેવાનોની સાથે નર્મદા મૈયાને 52 ગજની ચૂંદડી અર્પણ કરી હતી.

Advertisement

Share

Related posts

મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બી.એલ.ઓ.દ્વારા ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમની સપાટીમાં ૧૦ સે.મીનો વધારો થયો.

ProudOfGujarat

સીરત કપૂરે ફરી એકવાર ધૂમ મચાવી, “ગલ્લુ ખલ્લુ” ગીતના પ્રોમોમાં પોતાની અદભૂત શૈલી બતાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!