Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં તા.27 ફેબ્રુઆરીએ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ.

Share

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત સમિતિખંડ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં સઘન પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશન સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી.

આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૨ ના રોજ ૯૬૭ બુથ પર ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે સઘન પલ્સ પોલીયોની રસીકરણનું અભિયાનનો પ્રારંભ થનાર છે તથા તા.૨૮/૦૨/૨૦૨૨ અને તા.૦૧/૦૩/૨૦૨૨ એમ બે દિવસ ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલીયોના ટીપા રસીકરણ હેઠળ જિલ્લામાં ૨૨૭૩૦૧ બાળકોને આવરી લેવાશે જેમાં ટ્રાન્ઝીટ પોઇન્ટ તથા મોબાઈલ ટીમમાં ૪૮૬ કર્મચારીઓ અને ૫૪ સુપરવાઈઝર, આમ કુલ ૫૪૦ જેટલાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ આ અભિયાનમાં તેમની સેવાઓ આપશે.

Advertisement

ઉપરોક્ત બેઠકમાં જિલ્લાનું ૦ થી ૫ વર્ષની વયનું એક પણ બાળક પલ્સ પોલીયોની રસીથી વંચિત ન રહે તેમજ સંબધિત અધિકારીઓને ૧૦૦ ટકા કામગીરી થાય તે જોવા જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ કાળજી અને તકેદારી રાખવા જિલ્લા આરોગ્યતંત્રને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું. બેઠકમાં એન.આઈ.ડી. કાર્યક્રમ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરીએ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરાએ એજન્ડા મુજબની કામગીરીની ચર્ચા કરતાં પલ્સ પોલીયો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં વેક્સિન બુથની વ્યવસ્થા, કોલ્ડચેઈન-જાળવણી અંગેની વ્યવસ્થા, વાહનો રીકવીઝીટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીગણ ઉપરાંત જિલ્લા કક્ષાની એન. આઈ. ડી. સ્ટીયરીંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.


Share

Related posts

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના લોક સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

અમદાવાદ-છારાનગરમાં પાડોશી સાથે માથાકૂટમાં પથ્થરમારો, 1પોલીસમેનનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!