Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના બામણગામ ખાતે સર્વરોગ ચિકિત્સા નિદાન શિબિર યોજાઇ.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામ ખાતે નિયામક આયુષ ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આર્યુવેદિક દવાખાના કંડારીના મેડિકલ ઓફિસર ડૉ. પ્રિયંકા પંડ્યા તથા ટીમ દ્વારા સબ સેન્ટરના સહયોગથી આર્યુર્વેદીક સર્વ રોગ નિદાન – ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને સ્વસ્છતા અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આપી તપાસ કરવામાં આવી. આ શિબર્મા ૭૫ દર્દીઓએ લાભ લીધો હતો, તેમજ સગર્ભા અને ધાત્રી તપાસ પણ કરવામાં આવી. આ પ્રસંગે ગામના આગેવાન અને કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, બામણગામ સબ હેલ્થ સેન્ટરના અધિકારીઓ મોહિનીબેન પ્રજાપતિ, કલ્પેશભાઈ રાણા સહિત સરકારી દવાખાનાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

કીમોજ તાલુકો-જંબુસર ખાતેથી જંગી વિદેશી દારૂ ઝડપાયો…

ProudOfGujarat

સુરત પુણા વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ સાથે ચાર ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વરનાં અવાદર ગામમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!