Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સાયકલ ચોરીના 35 ગુનાઓની હારમાળા સર્જનાર બે ચોરને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા.

Share

ભરૂચ શહેરના ઝાડેશ્વર માર્ગ પર આવેલ આઈનોક્ષ કોમ્પલેક્ષ ખાતે ટયુશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની સાયકલો છેલ્લા કેટલાય સમયથી એક બાદ એક ચોરાતી હોવાની ઘટનાઓ બની રહી હતી. મામલા અંગેની જાણ ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકે થતા પોલીસે વિશ્વાસ પ્રોજેકટના આધારે આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી, જેમાં એક શખ્સ સાયકલો પાસે ઉભો રહી વિસ્તારની રેકી કર્યા બાદ પલકના ઝબકારામાં સાયકલ લઈને પલાયન થતો નજરે પડ્યો હતો.

મામલા બાદ પોલીસે તુલસીધામથી ઝાડેશ્વર માર્ગ તરફ સાયકલ લઈને જતા એક શખ્સને રોકી તેની પૂછપરછ હાથધરી હતી, જેમાં તેનું નામ આરીફ અલ્લીમિયા શેખ મૂળ રહે,જંબુસરના દહેગામ ટેકરા ફળ્યું અને હાલ ટંકારીયાનો વતની હોવાનું જણાવ્યું હતું અને પોતે આર્થિક ફાયદાના કારણે સાયકલોની ચોરી કરી નબીપુર ખાતેના મોહંમદ સલીમ મલેકને આપતો હતો જે બાદ પોલીસે તપાસ કરતા બન્ને ઇસમોના ઘર પાસેથી કુલ બે લાખ રૂપિયા મત્તાની 35 જેટલી સાયકલો રિકવર કરી હતી.

Advertisement

મહત્વની બાબત છે કે એક બે નહિ પરંતુ ૩૫ જેટલી સાયકલો ચોરીની ઘટના લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી, સતત સાયકલો ચોરાતી હોવાની બાબતે પોલીસ વિભાગને પણ તપાસ માટે મુંજવણમાં મુકાવવું પડ્યું હતું, નંબર પ્લેટ ન તો કોઈ ચેચીસ નંબર જોકે કહેવત છે ને કે ગુનેગારો ગમ્મે તેટલા સાતીર હોય આખરે તેઓના કારનામાનો અંત જેલના સળિયા પાછળ જ આવે છે તે બાબત ભરૂચ પોલીસે બંને સાયકલ ચોરોને ઝડપીને સાથર્ક કરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

રાજપીપળા ટેકરા ફળિયામાં સ્વ.નરેશ કનોડિયાનાં ચાહકે તેમના આત્માની શાંતિ માટે ભજન રાખી શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

ભરૂચ એસ ડી એમ દ્વારા પાલેજ નગરની મુલાકાત લઇ કોરોના વાયરસ સંદર્ભે પર્યાપ્ત માહિતી મેળવી હતી.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા 14 લાખ લોકોના જીવનમાં સુધારો : આગલા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લાને સુપોષિત કરવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!