Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વોર્ડ નંબર ૩ વિસ્તારમાં ગંદકી અને ઉભરાતી ગટરોને લઇ સ્થાનિકોમાં રોષ, રોગચાળો દસ્તક આપે તે પહેલા કામગીરી કરવા કરાઇ રજુઆત.

Share

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૩ ખાતેના લક્ષ્મી નારાયણ નગર ખાતેના રહીશો છેલ્લા ઘણા સમયથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તેઓના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરો અને ગંદકીના પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં જોવા મળી રહી છે, મામલે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા ખાતે રજુઆત કરી તેઓના વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સાફ સફાઈ સહિત ઉભરાતી ગટરોના ગંદા પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

મહત્વની બાબત છે કે આ વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણી વચ્ચેથી લોકોને પસાર થવાની નોબત આવી છે, સાથે સાથે ગંદા પાણીના ભરાવાના કારણે દુર્ગંધથી પણ આસપાસના મકાનોના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેવામાં હવે તંત્ર વહેલી તકે આ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ઝઘડીયા તાલુકાના આમલઝર ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતાં ચાલકનું ઘટના સ્થળે મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં વધુ 2 કેસ આવતા આંકડો 25 પર પહોંચ્યો.

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ લાઇસન્સ વગરની નોનવેજની દુકાનોને સીલ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!